Matthew 13:22 in Gujarati 22 કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે.
Other Translations King James Version (KJV) He also that received seed among the thorns is he that heareth the word; and the care of this world, and the deceitfulness of riches, choke the word, and he becometh unfruitful.
American Standard Version (ASV) And he that was sown among the thorns, this is he that heareth the word; and the care of the world, and the deceitfulness of riches, choke the word, and he becometh unfruitful.
Bible in Basic English (BBE) And that which was dropped among the thorns, this is he who has the word; and the cares of this life, and the deceits of wealth, put a stop to the growth of the word and it gives no fruit.
Darby English Bible (DBY) And he that is sown among the thorns -- this is he who hears the word, and the anxious care of this life, and the deceit of riches choke the word, and he becomes unfruitful.
World English Bible (WEB) What was sown among the thorns, this is he who hears the word, but the cares of this age and the deceitfulness of riches choke the word, and he becomes unfruitful.
Young's Literal Translation (YLT) `And that sown toward the thorns, this is he who is hearing the word, and the anxiety of this age, and the deceitfulness of the riches, do choke the word, and it becometh unfruitful.
Cross Reference Genesis 13:10 in Gujarati 10 તેથી લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પુષ્કળ પાણી છે. ઈશ્વરે સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ ઈશ્વરની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.
Joshua 7:20 in Gujarati 20 અને આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, “ખરેખર, ઇઝરાયલના પ્રભુ, યહોવાહની વિરુદ્ધ મેં પાપ કર્યું છે. મેં જે કર્યું તે આ છે:
2 Kings 5:20 in Gujarati 20 પણ ઈશ્વરભક્ત એલિશાના ચાકર ગેહઝીએ કહ્યું, “જો, મારા માલિકે આ અરામી નામાન જે લાવ્યો હતો તે તેની પાસેથી લીધા વગર તેને જવા દીધો છે. જીવતા યહોવાહના સમ, હું તેની પાછળ દોડીને તેની પાસેથી કંઈક તો લઈ લઈશ.”
Psalm 52:7 in Gujarati 7 “જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો.”
Psalm 62:10 in Gujarati 10 જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો.
Proverbs 11:28 in Gujarati 28 પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે, પણ નેકીવાન લીલા પાનની માફક ખીલશે.
Proverbs 23:5 in Gujarati 5 જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.
Ecclesiastes 4:8 in Gujarati 8 જો માણસ એકલો હોય અને તેને બીજું કોઈ સગુંવહાલું ન હોય, તેને દીકરો પણ ન હોય કે ભાઈ પણ ન હોય છતાંય તેના પરિશ્રમનો પાર હોતો નથી. અને દ્રવ્યથી તેને સંતોષ નથી તે વિચારતો નથી કે “હું આ પરિશ્રમ કોના માટે કરું છું” અને મારા જીવને દુઃખી કરું છું? આ પણ વ્યર્થતા છે હા, મોટું દુઃખ છે.
Ecclesiastes 5:10 in Gujarati 10 રૂપાનો લોભી ચાંદીથી સંતુષ્ટ થશે નહિ. સમૃદ્ધિનો લોભી સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ.
Ecclesiastes 5:13 in Gujarati 13 મેં પૃથ્વી પર એક ભારે દુઃખ જોયું છે. એટલે દ્રવ્યનો માલિક પોતાના નુકસાનને માટે જ દ્રવ્ય-સંગ્રહ કરી રાખે છે તે.
Jeremiah 4:3 in Gujarati 3 કેમ કે યહૂદિયાના લોકોને અને યરુશાલેમને યહોવાહ આ પ્રમાણે કહે છે, તમારી પડતર જમીન ખેડો, અને કાંટા ઝાંખરાં વચ્ચે વાવશો નહિ.'
Matthew 6:24 in Gujarati 24 કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.
Matthew 13:7 in Gujarati 7 કેટલાક કાંટાનાં છોડમાં પડ્યાં; કાંટાનાં જાળાંએ વધીને તેને દબાવી નાખ્યાં.
Matthew 19:16 in Gujarati 16 ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, 'ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું સારું કરું?'
Mark 4:18 in Gujarati 18 બીજાં જેઓ કાંટાઓમાં વવાયેલાં છે તેઓ એ છે કે, જેઓએ વચન સાંભળ્યું,
Mark 10:23 in Gujarati 23 ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે, 'જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું પડશે!'
Luke 8:14 in Gujarati 14 કાંટાઓમાં પડેલાં બી એ છે કે, જેઓએ સંદેશ સાંભળ્યો છે, પણ પોતાને માર્ગે ચાલતાં ભૌતિક જગતની ચિંતાઓ, દ્રવ્યની માયા તથા વિલાસથી તે દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી.
Luke 12:15 in Gujarati 15 પછી ઈસુએ તેઓને કહ્યું કે, 'સાવધાન રહો, અને બધા લોભથી પોતાને દૂર રાખો; કેમ કે કોઈનું જીવન તેની મિલકતની પુષ્કળતામાં હોતું નથી.'
Luke 12:21 in Gujarati 21 જે પોતાને સારુ દ્રવ્યો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.
Luke 12:29 in Gujarati 29 અમે શું ખાઈશું કે શું પીશું, એની શોધ ન કરો, અને એમ કહેતાં ચિંતા ન કરો.
Luke 14:16 in Gujarati 16 પણ ઈસુએ તેને કહ્યું કે, 'કોઈ એક માણસે રાતના મોટો ભોજન સમારંભ યોજ્યો. તેણે ઘણાંને આમંત્રણ આપ્યું.
Luke 18:24 in Gujarati 24 ઈસુએ તેને જોઈને કહ્યું કે, 'જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે!
Luke 21:34 in Gujarati 34 તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.
Acts 5:1 in Gujarati 1 પણ અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી.
Acts 8:18 in Gujarati 18 હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા પમાય છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા.
1 Timothy 6:9 in Gujarati 9 જેઓ દ્રવ્યવાન થવા ચાહે છે, તેઓ પરીક્ષણ, ફાંદા તથા ઘણી મૂર્ખ અને હાનિકારક ઇચ્છાઓમાં પડે છે, જે માણસોને પાયમાલી તથા વિનાશમાં ડુબાવે છે.
1 Timothy 6:17 in Gujarati 17 આ જમાનાનાં દ્રવ્યવાનોને તું આગ્રહથી સૂચવ કે, તેઓ અભિમાન ન કરે, અને દ્રવ્યની અનિશ્ચિતતા પર નહિ, પણ ઈશ્વર, જે આપણા આનંદ-પ્રમોદને માટે ભરપૂરીપણાથી સઘળું આપે છે, તેમના પર આશા રાખે;
2 Timothy 4:10 in Gujarati 10 કેમ કે દેમાસ હાલનાં જગત પર પ્રેમ કરીને મને પડતો મૂકીને, ને થેસ્સાલોનિકામાં ચાલ્યો ગયો છે; ક્રેસ્કેન્સ ગલાતિયા અને તિતસ દલ્માતિયામાં ગયો છે.
2 Peter 2:14 in Gujarati 14 તેઓની આંખો વ્યભિચારિણીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરતાં બંધ થતી નથી; તેઓ ડામાડોળ માણસોને લલચાવે છે; તેઓનાં હૃદયો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે, તેઓ શાપિત છે.
1 John 2:15 in Gujarati 15 જગત પર અથવા જગતમાંનાં વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી.
Jude 1:11 in Gujarati 11 તેઓને અફસોસ! કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમ જ દ્રવ્યલાલસાને માટે બલામના માર્ગમાં ધસી ગયા અને કોરાહના બંડમાં નાશ પામ્યા.