Cross Reference Leviticus 22:20 in Gujarati 20 પણ તમારે ખામીવાળું કોઈ પણ પશુ ચઢાવવું નહિ. તેને હું તમારા લાભમાં સ્વીકારીશ નહિ.
Numbers 19:2 in Gujarati 2 “જે કાનૂન તથા નિયમ હું લોકોને ફરમાવું છે તે આ છે: ઇઝરાયલના લોકોને આ કાનૂનો જણાવો: ઇઝરાયલના લોકોને કહો કે, તેઓ ખોડ ખાંપણ વગરની અને જેના પર કદી ઝૂંસરી લાદવામાં આવી ન હોય તેવી લાલ વાછરડી તારી પાસે લાવે.
Numbers 28:3 in Gujarati 3 તારે તેઓને કહેવું, “આ હોમયજ્ઞ જે તમારે યહોવાહને ચઢાવવો. પ્રતિદિન તમારે એક વર્ષના ખોડખામી વગરના નર હલવાનોનું દહનીયાર્પણ કરવું.
Numbers 28:9 in Gujarati 9 “વિશ્રામવારને દિવસે તમારે ખોડખામી વગરના એક વર્ષની ઉંમરના બે હલવાન ચઢાવવા, ખાદ્યાર્પણ તરીકે બે દશાંશ એફાહ મેંદાનો લોટ તેલમાં મોહેલો અને તેનું પેયાર્પણ ચઢાવવું.
Numbers 28:11 in Gujarati 11 દરેક મહિનાના પ્રથમ દિવસે તમે યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખોડખામી વગરના બે વાછરડા, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચઢાવો.
Deuteronomy 5:26 in Gujarati 26 પૃથ્વી પર એવો કયો માણસ છે કે જેણે જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી આપણી જેમ બોલતી સાંભળી હોય અને જીવતો રહ્યો હોય?
Deuteronomy 15:21 in Gujarati 21 પરંતુ જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે કે અપંગ અંધ કે કશી ખોડવાળું હોય તો તે યહોવાહ તમારા ઈશ્વરને તેનો યજ્ઞ ન કરો.
Deuteronomy 17:1 in Gujarati 1 યહોવાહ તમારા ઈશ્વરને તમારે ખોડખાંપણવાળાં કે કંઈ પણ રીતે ખરાબ બળદ કે ઘેટો અર્પણ કરવો નહિ. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરને તે બલિદાનો ધૃણાસ્પદ છે.
Deuteronomy 31:27 in Gujarati 27 કેમ કે હું તમારા જડ ગર્દન અને હઠીલાઈ જાણું છું. જુઓ, હું આજે હજી તો તમારી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો; તો મારા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો?
Deuteronomy 33:27 in Gujarati 27 સનાતન ઈશ્વર તમારો આશ્રય છે, તારી નીચે અનંત હાથો છે. તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા, અને કહ્યું, “નાશ કર!”
1 Samuel 17:26 in Gujarati 26 દાઉદે પાસે ઊભેલા માણસોને કહ્યું કે, “જે માણસ આ પલિસ્તીને મારી નાખીને ઇઝરાયલમાંથી કલંક દૂર કરશે તેને શું મળશે? આ બેસુન્નત પલિસ્તી કોણ છે કે જીવતા ઈશ્વરના સૈન્યનો તે તિરસ્કાર કરે?”
2 Samuel 4:11 in Gujarati 11 હવે જયારે ખૂની માણસોએ એક ન્યાયી માણસને તેના પોતાના ઘરમાં ઘૂસીને તેના પલંગ પર તેને માર્યો છે. ત્યારે તમારા હાથથી થયેલા તેના ખૂનનો બદલો હું ન લઉં અને પૃથ્વી પરથી તમને નાબૂદ કેમ ના કરું?”
2 Kings 19:16 in Gujarati 16 હે યહોવાહ, તમે કાન દઈને સાંભળો. યહોવાહ તમારી આંખો ઉઘાડો અને જુઓ, સાન્હેરીબનાં વચનો જે વડે તેણે જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યા છે તેને તમે સાંભળો.
Job 15:16 in Gujarati 16 તો જે ધિક્કારપાત્ર, અધમ, તથા પાણીની જેમ અન્યાયને પી જાય છે તો તે કેટલા વિશેષ ગણાય!
Isaiah 42:1 in Gujarati 1 જુઓ, આ મારો સેવક છે, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ પ્રસન્ન છે: તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓમાં ન્યાય પ્રગટ કરશે.
Isaiah 53:9 in Gujarati 9 તેની કબર ગુનેગારોની સાથે ઠરાવેલી હતી, તેની મરણાવસ્થામાં તે ધનિકની સાથે હતો, તેમ છતાં તેણે કોઈ હિંસા કરી નહિ કે તેના મુખમાં કોઈ કપટ નહોતું.
Isaiah 57:15 in Gujarati 15 કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેમનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: હું ઉચ્ચ તથા પવિત્રસ્થાનમાં રહું છું, વળી જે કચડાયેલ અને આત્મામાં નમ્ર છે તેની સાથે રહું છું, જેથી હું નમ્ર જનોનો આત્મા અને પશ્ચાતાપ કરનારાઓનાં હૃદયને ઉત્તેજિત કરું.
Isaiah 61:1 in Gujarati 1 પ્રભુ યહોવાહનો આત્મા મારા પર છે, કારણ કે, દીનોને વધામણી કહેવા માટે યહોવાહે મને અભિષિક્ત કર્યો છે. તેણે મને તૂટેલા હૃદયવાળાને સાજા કરવા માટે, બંદીવાનોના છુટકારાને તથા જે લોકો બંધનમાં છે તેઓને કેદમાંથી છોડાવવાને માટે મને મોકલ્યો છે.
Jeremiah 10:10 in Gujarati 10 પરંતુ યહોવાહ સત્ય ઈશ્વર છે, તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના રોષથી ધરતી ધ્રૂજી ઊઠે છે. અને તેમનો ક્રોધ વિદેશીઓ ખમી શકતા નથી.
Daniel 6:26 in Gujarati 26 હું હુકમ કરું છું કે, મારા આખા રાજ્યના લોકોએ દાનિયેલના ઈશ્વરની આગળ કાંપવું તથા બીવું. કેમ કે તે જીવતા તથા સદાકાળ જીવંત ઈશ્વર છે. તેમના રાજ્યનો નાશ થશે નહિ; તેમની સત્તાનો અંત આવતો નથી.
Daniel 9:24 in Gujarati 24 અપરાધનો અંત લાવવાને, પાપનો અંત લાવવાનો, દુષ્ટતાનું પ્રાયશ્ચિત કરવાને, અનંતકાળનું ન્યાયીપણું લાવવાને, સંદર્શન તથા ભવિષ્યવાણી અમલમાં મૂકવાનું, પરમપવિત્રનો અભિષેક કરવાનું તારા લોકો અને તારા નગરને માટે નિર્માણ કરેલાં છે.
Matthew 7:11 in Gujarati 11 માટે જો તમે ખરાબ હોવા છતાં, જો પોતાના બાળકોને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા સ્વર્ગમાંનાં પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલી વિશેષે કરીને તેઓ સારાં વાનાં આપશે?
Matthew 12:28 in Gujarati 28 પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો.
Matthew 20:28 in Gujarati 28 જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાં લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.'
Luke 1:74 in Gujarati 74 એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ
Luke 4:18 in Gujarati 18 'પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છુટકારો તથા દ્રષ્ટિહીનોને દ્વષ્ટિ આપવાનું જાહેર કરવા, પીડિતોને છોડાવવાં
Luke 12:24 in Gujarati 24 કાગડાઓનો વિચાર કરો; તેઓ તો વાવતા નથી અને કાપતા નથી; તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે; પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો!
Luke 12:28 in Gujarati 28 એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે, એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?
John 3:34 in Gujarati 34 જેને ઈશ્વરે મોકલ્યા છે તે ઈશ્વરનાં શબ્દો બોલે છે; કેમ કે તેઓ માપથી આત્મા નથી આપતા.
Acts 1:2 in Gujarati 2 અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી તેમણે જે કાર્ય કરતા તથા શિક્ષણ આપતા રહ્યા, તે બધી બિના વિષે મેં પહેલું પુસ્તક લખ્યું છે;
Acts 10:38 in Gujarati 38 એટલે કે નાસરેથના ઈસુની વાત કે જેમને પરમેશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજાં કરતા ફર્યા; કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.
Acts 14:15 in Gujarati 15 'સદ્દગૃહસ્થો તમે એ કામ કેમ કરો છો? અમે પણ તમારા જેવા માણસ છીએ, આ વ્યર્થ વાતો મૂકીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો, કે જે જીવતા ઈશ્વર છે તેમની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.
Romans 1:4 in Gujarati 4 પણ પવિત્રાઈના આત્માના સામર્થ્ય દ્વારા મરણોત્થાન થયાથી પરાક્રમસહિત ઈશ્વરના દીકરા ઠર્યા છે.
Romans 1:20 in Gujarati 20 તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે.
Romans 6:13 in Gujarati 13 અને તમારા અવયવોને અન્યાયનાં સાધનો થવા માટે પાપને ન સોંપો; પણ મૃત્યુમાંથી સજીવન થયેલા જેવા તમે પોતાને ઈશ્વરને સોંપો તથા તમારા અવયવોને ન્યાયીપણાનાં સાધનો થવા માટે ઈશ્વરને સોંપો.
Romans 6:22 in Gujarati 22 પણ હમણાં પાપથી મુક્ત થઈને ઈશ્વરના દાસ થયા હોવાથી તમને પવિત્રતાને અર્થે પ્રતિફળ અને અંતે અનંતજીવન મળે છે.
Romans 11:12 in Gujarati 12 હવે જો તેઓનું પડવું માનવજગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓનું નુકસાન બિનયહૂદીઓને સંપત્તિરૂપ થયું છે, તો તેઓની સંપૂર્ણતા કેટલી અધિક સંપત્તિરૂપ થશે!
Romans 11:24 in Gujarati 24 કેમ કે જે જૈતૂનનું ઝાડ કુદરતી રીતે જંગલી હતું તેમાંથી જો તને અલગ કરવામાં આવ્યો અને સારા જૈતૂનનાં ઝાડમાં કુદરતથી વિરુધ્ધ કલમરૂપે મેળવવામાં આવ્યો; તો તે કરતાં અસલ ડાળીઓ તેમના પોતાના જૈતૂનનાં ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય તે કેટલું વિશેષ શક્ય છે?
2 Corinthians 5:21 in Gujarati 21 જેમણે પાપ જાણ્યું ન હતું, તેમને આપણે માટે તેમણે પાપરૂપ કર્યા, એ સારુ કે આપણે તેમનાંમાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ.
2 Corinthians 6:16 in Gujarati 16 અને ઈશ્વરના ભક્તિસ્થાનને મૂર્તિઓની સાથે સંબંધ હોય ખરો? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ, જેમ ઈશ્વરે કહ્યું કે, 'હું તેઓમાં રહીશ તથા ચાલીશ; તેઓનો ઈશ્વર થઈશ; અને તેઓ મારા લોક થશે.'
Galatians 2:19 in Gujarati 19 કેમ કે હું ઈશ્વરને માટે જીવવાને, નિયમશાસ્ત્ર દ્વારા નિયમશાસ્ત્ર પ્રત્યે મૃત્યુ પામ્યો છું.
Ephesians 2:5 in Gujarati 5 આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા, કૃપાથી તમે ઉદ્ધાર પામેલા છો;
Ephesians 5:2 in Gujarati 2 અને પ્રેમમાં ચાલો. જેમ ખ્રિસ્ત ઈસુએ તમારા પર પ્રેમ રાખ્યો અને ઈશ્વરની સમક્ષ સુવાસને અર્થે, આપણે સારુ સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું, તેમ.
1 Thessalonians 1:9 in Gujarati 9 લોકો પોતે અમારા વિષે એ બધી વાતો પ્રગટ કરે છે કે, કેવી પરિસ્થિતિમાં અમે તમારી મધ્યે આવ્યા અને તમે જીવંત તથા ખરા ઈશ્વરની સેવા કરવાને
1 Timothy 1:17 in Gujarati 17 જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને અનંતકાળ માન તથા મહિમા હો. આમીન.
1 Timothy 3:15 in Gujarati 15 પણ જો મને આવતાં વિલંબ થાય, તો ઈશ્વરનું ઘર, કે જે જીવંત ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ તથા આધાર છે, તેમાં વ્યક્તિએ યોગ્ય રીતે વર્તવું તે તું જાણે.
Titus 2:14 in Gujarati 14 જેમણે આપણે સારુ સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તેઓ આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારુ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તરીકે તૈયાર કરે.
Hebrews 1:3 in Gujarati 3 તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે.
Hebrews 6:1 in Gujarati 1 માટે હવે, ખ્રિસ્ત વિષેનાં પાયાના સિદ્ધાંતોનો ઉપદેશ જે આપણે અગાઉ શીખ્યા છીએ તેને રહેવા દઈને હવે આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ; અને નિર્જીવ કામ સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો,
Hebrews 7:27 in Gujarati 27 પ્રથમ પ્રમુખ યાજકોની માફક તે પોતાના પાપોને સારુ, પછી લોકોના પાપોને સારુ નિત્ય બલિદાન આપવાની તેમને અગત્ય નથી; કેમ કે તેમણે, પોતાનું અર્પણ કરીને એક જ વખતમાં એ કાર્ય પૂર્ણ કર્યું છે.
Hebrews 9:7 in Gujarati 7 પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર ફક્ત પ્રમુખ યાજક જતો હતો; પણ તે લોહીનું અર્પણ કર્યા વિના જઈ શકતો ન હતો, જે તે પોતાના માટે તથા લોકોના અપરાધને માટે અર્પણ કરતો હતો;
Hebrews 9:9 in Gujarati 9 વર્તમાનકાળને સારુ તે મંડપ ઉપમારૂપ હતો, જે પ્રમાણે આ પ્રકારનાં અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતાં, ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરવાને અસમર્થ હતાં.
Hebrews 9:12 in Gujarati 12 બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા.
Hebrews 10:2 in Gujarati 2 જો એમ હોત, તો બલિદાનો કરવાનું શું બંધ ન થાત? કેમ કે એક વખત પવિત્ર થયા પછી ભજન કરનારાઓનાં અંતઃકરણમાં ફરી પાપોની કંઈ અંતઃવાસના થાત નહિ.
Hebrews 10:22 in Gujarati 22 તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા માટે હૃદયો પર છંટકાવ પામીને તથા સ્વચ્છ પાણીથી શરીર ધોઈને, આપણે ખરા હૃદયથી અને વિશ્વાસના પૂરા નિશ્ચય સાથે ઈશ્વરના સાન્નિધ્યમાં જઈએ.
Hebrews 11:21 in Gujarati 21 વિશ્વાસથી યાકૂબે પોતાના મૃત્યુ સમયે યૂસફના બન્ને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીના હાથા પર ટેકીને ભજન કર્યું.
1 Peter 1:19 in Gujarati 19 પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી ખરીદી લેવાયેલા છો.
1 Peter 2:22 in Gujarati 22 તેમણે કંઈ પાપ કર્યું નહિ, ને તેમના મુખમાં કપટ માલૂમ પડ્યું નહિ.
1 Peter 2:24 in Gujarati 24 લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે સાજાં થયા.
1 Peter 3:18 in Gujarati 18 કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે; તેમને મનુષ્યદેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.
1 Peter 4:2 in Gujarati 2 કે જેથી તે બાકીનું જીવન માણસોની વિષયવાસનાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિતાવે.
1 John 1:7 in Gujarati 7 પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.
1 John 3:5 in Gujarati 5 તમે જાણો છો કે પાપનો નાશ કરવાને તેઓ પ્રગટ થયા અને તેમનાંમાં પાપ નથી.
Revelation 1:5 in Gujarati 5 તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા;